Saat Pagla Aakshma

by Kundanika Kapadiya


3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

સાત પગલાં આકાશમાં’ આ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે તેમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે. આવી અનેક વાતો આ નવલકથા માં આપી છે

Gujarati
Genre, Gujarati

About The Author

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

નવલિકા, નવલકથા તેમ જ નિબંધસર્જનમાં આ લેખિકા ભાવનાવાદી અભિગમ ધરાવે છે. માનવજીવનના શ્યામ-ધવલ પાસાંઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં થતું રહ્યું છે. તેમના નિબંધો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંવાદ-વિસંવાદની આસપાસના વિષયોને આલેખે છે. ‘પરોઢ થતાં પહેલાં’ પહેલી નવલકથાથી ધ્યાન ખેંચનાર લેખિકાની સૌથી વધુ ચર્ચાયેલી નવલકથા છે, ‘સાત પગલા આકાશમાં’. પોતાની નિજી-આગવી ઓળખ માટે નારીએ કરવો પડતો સંઘર્ષ, એમાંથી જન્મતી વિદ્રોહની લાગણી અને અંતે સ્ત્રી-પુરુષ સમાન ભૂમિકાએ હોય એવા નવા વિશ્વની શોધ – એવા વિશાળ ફલક પર નવલકથા આકારાયેલી છે.


1 review for Saat Pagla Aakshma

  1. 3 out of 5

    Good Reading…SaatPaglaAakash Ma is an inspirational book about women. Its ever-read on women equality and empowerment. Author Kundanika Kapadia did detailed field work and research about women and their situations, she has mentioned it in book’s introduction page. There is rebel in her voice against age old misconception about women. In our society women’s mind is always filled with various questions, story characters like Vasudha, Aena, Jayaben, Mitra are the answer to those questions. These women have power and dedication to change the society’s mindset about women. Definition of liberation is not about having a MNC job, wearing jeans or skirt, having maids. Women liberation comes when people change their mindset and consider women with equality. Women also have to change their mindset about themselves.

Add a review