Bhedbharam

by Harkishen Mehta


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

લગભગ દસેક વર્ષ પહેલા પત્રકાર મિત્ર (સ્વ) અજીત માર્ચંતનો ફોન આવ્યો કે મુળજી જેઠા માર્કેટ ના એક વેપારીને પ્રેતનો ભેટો થઇ ગયો છે! મુબીના વરલી વિસ્તારમાં લોટસ સિનેમા પાસેથી એ વેપારી મોડી રાત્રે એમની કારમાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તા પર એક સ્ત્રીએ હાથ ઉંચો કરી લીફ્ટ માગી. દેખાવમાં સ્ત્રી સારા ઘરની લાગી એટલે એમણે લીફ્ટ આપી.રસ્તામાં ચમત્કારિક ઘટના બની ગઈ. અમુક સ્થળે એ સ્ત્રી અચાનક કારમાંથી ગાયબ થઇ ગઈ. પેલા ભાઈ એટલા ભડકી ગયા કે દિવસો સુધી બીમાર રહ્યા….તમેં એમને મળીને સરસ લેખ બનાવી શકશો !    પ્રેતનો પરચો પામનાર એ વેપારી શોધવા મેં ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દરેલ એમ જ કેહ્તું કે મેં પેલા ભાઈ પાસેથી સાંભળ્યું છે. ‘પેલા ભાઈ’ પાસે જતા બીજાનું નામ આપે એટલે ‘ચલક ચલાણું’ ઓંલે ઘરે ભાણું ની રમતના અંતે એ પ્રયાસ મારે છોડી દેવો પડ્યો.     પરંતુ પત્રકાર તરીકે છોડી દીધેલો એ વિષય મારા લેખક જીવને વારંવાર ખોતરતો રહ્યો. પ્રેતસ્વરૂપે લીફ્ટ માગવા ઉભી રહેતી એ સ્ત્રીનો જીવ શા માટે ભટકતો હશે ? એ કેમ મૃત્યુ પામી હશે? એની કઈ વાસના અતૃપ્ત રહી હશે? આ બધા પ્રશ્નોએ મને ‘ભેદભરમ’ લખવા પ્રેર્યો.     પરંતુ નવલકથાનો ઘટ ઘડવા માટે બીજી બેચાર સત્યઘટના તેમજ જીવંત પત્રો મારે શોધી કાઢવા પડ્યાં.લીઝા મને જુનાગઢના મેળામાં મળી ગઈ. સાધ્વી બનેલી અને ગુજરાતી બોલાતી એ વિદેશી યુવતીના મૂળ ગુજરાતમાં છે એ જાણ્યા પછી તો ફ્લક વધુ વિસ્તાર પામ્યું. ‘ભેદભરમ’ ના નાયક વિવેક સન્યાસીની અટક એક લેખક મિત્ર શામું સન્યાસીની ઉપાડી, પરંતુ વિવેક સંન્યાસી પિતાની વાત બીજી એક સત્યઘટનાને આધારે ઘડી છે.સુરેખાદેવીના મોટર અકસ્માતની વાત એક મિત્રના પત્નીના જીવલેણ મોટર-અકસ્માતના આધારે ઘડી છે.    આમ અનેક જગ્યાએ થી તણખલા ઊંચકીને નવલકથાનો માળો રચ્યો અને ‘ચિત્રલેખા’ના વાચકોએ પ્રત્યેક પ્રકરણ ને દાદ આપી વાર્તા ચગાવવા માટે મુલ્યવાન પ્રોત્સાહન આપ્યું. પરંતુ મને પોતાને આ નવલકથા લખતી વેળા જેટલો અજંપો થયો એટલો આનંદ પણ મળ્યો.

Gujarati
Genre, Gujarati

About The Author

Harkisan Laldas Mehta was a Gujarati author from India. He was the editor of a weekly, Chitralekha. He wrote several novels. Mehta wrote novels in serialised format in Chitralekha weekly. His thrillers and novels include Jagga Dakuna Verna Valamana, Amirali Thugna Pila Roomalni Ganth, Chambal Taaro Ajampo, Maanas Name Gunegar, Sansari Sadhu, Bhed Bharam, Dev Danav, Ant Aarambh, Paap Pashchatap, Jog Sanjog, Jad Chetan, Sambhav Asambhav, Tarasyo Sangam, Pravah Paltayo, Mukti Bandhan, Shesh Vishesh, Vansh Vaaras, Bhagya Saubhagya, Lay Pralay. He coauthored Doctor Roshanlal with Vaju Kotak, the founding editor of Chitralekha.

Sweden Sonanu Pinjar is his travelogue. He also wrote Sharirthi Jodayela Siyami Jodiya, a book on Siamese twins.

Saurabh Shah edited Sarjan-Visarjan, a biographical work on his life.


Reviews

There are no reviews yet.

Be the first to review “Bhedbharam”