Vadhu Ne Vadhu Sundar

by Kundanika Kapadia


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

વધુ ને વધુ સુંદર કુંદનીકા કાપડિયાની ટૂંકી વાર્તાઓ . આ કથાઓમાં કથા ઓછી છે ,સંકેતો વધારે છે .દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ .એજ માનવજાતની દિશા છે .એજ એની નિયતિ છે .

192
Gujarati
Genre, Gujarati

About The Author

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

નવલિકા, નવલકથા તેમ જ નિબંધસર્જનમાં આ લેખિકા ભાવનાવાદી અભિગમ ધરાવે છે. માનવજીવનના શ્યામ-ધવલ પાસાંઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં થતું રહ્યું છે. તેમના નિબંધો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંવાદ-વિસંવાદની આસપાસના વિષયોને આલેખે છે. ‘પરોઢ થતાં પહેલાં’ પહેલી નવલકથાથી ધ્યાન ખેંચનાર લેખિકાની સૌથી વધુ ચર્ચાયેલી નવલકથા છે, ‘સાત પગલા આકાશમાં’. પોતાની નિજી-આગવી ઓળખ માટે નારીએ કરવો પડતો સંઘર્ષ, એમાંથી જન્મતી વિદ્રોહની લાગણી અને અંતે સ્ત્રી-પુરુષ સમાન ભૂમિકાએ હોય એવા નવા વિશ્વની શોધ – એવા વિશાળ ફલક પર નવલકથા આકારાયેલી છે.


Reviews

There are no reviews yet.

Be the first to review “Vadhu Ne Vadhu Sundar”