Marriage Rocks!

by kaajal Oza Vaidya


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

જાણીતી વ્યક્તિઓના લગ્નજીવનની અંગત અને અજાણી વાતોઆ પુસ્તક ખુલ્લા દિલે કહેવાયેલી સાવ અંગત વાતોનું એક એવું આલ્બમ છે જે આપણને સૌને થોડા નોસ્ટેલજીક કરશે અને થોડાક ભીંજવશે.મને વિશ્વાસ છે ક આ બધા જ લગ્નોની અનુભાવકથાઓ માંથી પસાર થતી વખતે વાચક પોતે પણ પોતાના લગ્નજીવનની એક મીઠી-મધુરી ,ખાટી-તીખી,કડવી-તુરી સફર કરી શકશે.કુછ ઐસે બંધન હોતે હૈ, જો બિન બાંધે બંધ જાતે હૈ કાજલ ઓઝા વૈદ્યનું સાંસારિક ચિંતનનું પુસ્‍તકઃ બિન બાંધે બંધ જાતે હૈ વો જીવનભર તડપાતે હૈ…:સ્ત્રીઓને ખ્‍યાલ નથી હોતો કે જયારે પુરૂષને લાગે કે તેને પ્રેમ અથવા સપોર્ટસ્ત્રી તરફથી મળતો નથી ત્‍યારે તેસ્ત્રીના ગુણ સજારૂપે કાપે છે, કહો ને કે પેનલ્‍ટી પોઈન્‍ટ આપે છેઃ પાછળ પડયા વિના કે બળજબરી કર્યા વિના પણ પોતાને જોઈએ તે મેળવવું ન તમે તેમની સાથે રહી શકો, ન તમે તેમના વિના રહી શકો ‘મેરેજ રોકસ’ માં કેટલાક સેલીબ્રીટીઓના લગ્ન તેમાંની સ્ત્રીની નજરે, તેના અનુભવો તેમનાં જ સ્‍વહસ્‍તે લખાયેલા છે. તેનું સંપાદન કરાયેલ છે. જેમાંની કેટલીકે તેના મેરેજ ‘રોકસ’ એટલે કે ઉબડખાબડ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમ જણાવેલ છે તો કેટલીકે મેરેજને ‘રોકીંગ’ (આનંદ – ઉલ્લાસ, મોજ – મસ્‍તીમય) ગણાવ્‍યા છે. તેથી જ પુસ્‍તકનું નામ ‘મેરેજ રોકસ’ પસંદ કરાયેલ છે. પ્રસ્‍તાવનામાં લેખિકા લખે છે કે આદર્શ લગ્ન નામનો કોઈ શબ્‍દ નથી. હા સુખી લગ્ન જીવન હોઈ શકે. જેમાં સૌથી પહેલી જરૂરીયાત એ છે કે બંને વ્‍યકિતઓ એવું સમજી લે કે એ બે જુદી વ્‍યકિત છે. બંનેના વિચારો, માન્‍યતાઓ, ગમા – અણગમા અને લાગણીઓ વ્‍યકત કરવાની રીત જુદી હોય શકે. તેથી દંપતિઓ માટે તો સૌથી શ્રેષ્‍ઠ કળા હળીમળીને રહેવાની કળા જ છે. ભૂલને યાદ કરીને નહિ પણ ભૂલને સુધારીને જીવતા શીખવું. કારણ એ જ કે મેન્‍સ આર કમીંગ ફ્રોમ માર્સ એન્‍ડ વિમેન્‍સ આર કમીંગ ફ્રોમ વિનસ!! સમગ્ર પુસ્‍તકમાં ૫૬ જેટલા લેખોનું સંપાદન થયેલું છે. જેમાં સ્‍વસ્‍થ લગ્નજીવનની સાથે સાથે કેટલાક એકાકીજીવનની કડવાશ અને કરૂણતાસભર કિસ્‍સાઓ પણ છે. લખનારમાંથી મોટા ભાગની બહેનોએ જીવનમાં પ્રથમ વાર અભિવ્‍યકિતની કોશિશ કરી છે. છતાં તેના લખાણમાંની માનવીય લાગણીઓનો સ્‍પર્શ વાંચકોને થયા વિના રહેશે નહીં. સ્‍નેહા – આલાપ દેસાઈ, હેમા – આશિત દેસાઈ, નમિતા – તુષાર શુકલ, રાજુલ – મૌલિક કોટક, સોનલ હેમંત મોદી, આરતી સંદિપ પટેલ, ઈલા પરીખ, રાગીણી શાહ, ચેલણા ઉપાધ્‍યાય, નીપા – જેડી મજીઠીયા, શેફાલી – વિપુલ શાહ, લીના પરેશ ગણાત્રા, વેણુ પ્રકાશ કોઠારી, અપરા મહેતા, પ્રીતિ ગૌતમ અદાણી, શિલ્‍પા ભટ્ટ – દેસાઈ, ટીના દોશી, સોનલ હિતેનકુમાર, ડો. સ્‍વરૂપ પરેશ રાવલ, ડાયના રાવલ, શ્રીમતી હકી અશોક દવે, વૃન્‍દા પ્રકાશ ઠક્કર, ભગવતી દેવેન્‍દ્ર પટેલ, મન્‍વિતા બારાડી, નીલા આસીત મોદી, ચારૂબેન મનોજભાઈ જોષી, શિલ્‍પા મનિષ પટેલ, કાજલ ઓઝા વૈદ્ય, ડો. સ્‍મિતા શરદ ઠાકર, હિના નિસર્ગ ત્રિવેદી, જાનકી હિતેન વસંત, સોનલ – હંસલ ભચેચ, આરતી મુનશી, સોનલ કોઠારી, ફાલ્‍ગુની વિરલ રાચ્‍છ, અમીષા મૃગાંક શાહ, ભૈરવી યોગેશ લાખાણી, માલતી – જયોતિષ જાની, જિજ્ઞા ધર્મેશ મહેતા, માધવી મિહિર ભુતા, લલીતા માધવ રામાનુજ, પારૂ રઘુવીર ચૌધરી, ઝરણા ભાગ્‍યેશ ઝા, વિમલ વિનોદ જોશી, રસજ્ઞા – પ્રિયકાંત પરીખ, નેહા – કબીર ઠાકોર, બિન્‍દુ ભટ્ટ, નીતા ઠાકરે વગેરેના અનુભવોથી સંપાદિત થયેલ પુસ્‍તક ખાસ્‍સુ દળદાર બન્‍યું છે. લગ્નજીવનના શરૂઆતના સંઘર્ષમય દિવસોને બાદ કરતા એકાદ – બે દસકા સહજીવન ગાળ્‍યા બાદ એક બીજાના સાથ વિના અધુરૂપ મહેસૂસ થાય છે. પછી વારેવારે ‘હું તને પ્રેમ કરૂં છું’ એમ કહેવું નથી પડતું. હવે જ શરૂ થાય છે તમામ ખામીઓ સાથે એકબીજાના સ્‍વીકારનો પ્રેમનો પીરીયઙ કાજલ ઓઝા વૈદ્યના મતે તો આ દેશમાં ભાગ્‍યે જ કાંઈ લગ્ન ‘‘આદર્શ લગ્ન” એનું મુખ્‍ય કારણ કદાચ એ છે કે આ દેશમાં લગ્ન વિશેની સમજ કેળવાય એ પહેલા જ લગ્ન કરી દેવામાં આવે છે ! લગ્ન પાસેથી માણસે શું અપેક્ષા રાખવી જોઈએ એ વિશેની સમજ આપવામાં માતાપિતા પણ કયાંક ઉંણા ઉતરે છે

175
Navbharat Sahitya Mandir
Gujarati
Genre, Gujarati

About The Author

Kaajal was born on 29 September 1966 in Mumbai, India. She graduated with a degree in English and Sanskrit from Gujarat University in 1986. She completed her post-graduate certificate in advertising management at Saint Xavier’s College in Mumbai. Kaajal Oza Vaidya is an author, screenwriter, radio personality and journalist from Ahmedabad, India. She initially worked as a journalist and actress. She has written more than 56 books including novels, short stories and essays. She has written stories, dialogues and scripts of soap operas and films. She writes columns in several publications and hosts a radio show.


Reviews

There are no reviews yet.

Be the first to review “Marriage Rocks!”